બાળ મેળો ૨૦૧૮ - ટૂંકી વિડીયો ફિલ્મ
વિડીયો જુઓ નીચેથી.....
તા. ૧૪/૦૬/૨૦૧૮ ના રોજ શ્રી રાજપુર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૫ માટે બાળ મેળો, ધોરણ ૬ થી ૮ માટે જીવન કૌશલ્ય આધારિત બાળ મેળો અને ઈકો ક્લબની
પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. પ્રાથમિક વિભાગના બાળ મેળામાં ધોરણ ૧ અને ૨ માટે સંગીત
ખુરશી અને રંગપૂરણી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરિફાઈમાં ધોરણ ૧ અને ૨ ના કુલ ૨૩
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ ૩ થી ૫ માટે તેમની સર્જનાત્મક્તા ખીલે તે માટે ગડીકામ અને માટીકામ સ્પર્ધા રાખવામાં આવેલ. આ હરિફાઈમાં ધોરણ ૩ થી ૫ ના કુલ ૨૦
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ધોરણ ૬ થી ૮
વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
જીવન ઉપયોગી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિઓ તેમને આગળ જતા
જીવનમાં પણ ઉપયોગી થશે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૬ થી ૮
વિદ્યાર્થીઓ માટે તોરણ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ
પાન-ફૂલોનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી તોરણો બનાવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૧૩
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ધોરણ ૬ થી ૮
વિદ્યાર્થીનીઓ માટે મહેંદી અને હેર સ્ટાઈલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીનીઓએ આધુનિક સમયને અનુકૂળ મહેંદી અને હેર
સ્ટાઈલની વિવિધ ડિઝાઈનો બનાવી હતી. આ સ્પર્ધામાં કુલ ૮ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો
હતો. આ ઉપરાંત
વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યોનો વિકાસ થાય અને સ્વાવલંબી બને તે હેતુંથી બધા
વિદ્યાર્થીઓને પંક્ચર રીપેર શીખવવામાં આવ્યું. જેમાં બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
સાથે શાળામાં વૃક્ષારોપણ કરીને ઈકો ક્લબની પ્રવૃતિઓની શરૂઆત પણ કરવામાં આવી હતી.