પ્રજાસત્તાક દિવસ ૨૦૧૮ ઉજવણી

ગણતંત્ર દિવસએટલે લોકશાહીનો મજબૂત પાયો નાખતો રાષ્ટ્રીય તહેવાર. ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ નો દિવસ દરેક ભારતીય નાગરિક માટે યાદગાર દિવસ છે. અમારી શ્રી રાજપુર પ્રા. શાળામાં દર વર્ષેની જેમ ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.

        કાર્યક્રમની શરૂઆત ગામની સૌથી વધારે ભણેલી દીકરી રાજીબેન કરશનભાઈ આગઠના હસ્તે ધ્વજવંદનથી કરવામાં આવી.
“ વિજયી વિશ્વ તિરંગા પ્યારા....”

        કોઈપણ કાર્યની શરૂઆત ભગવાનની પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે. શાળાના કાર્યક્રમની શુભ શરૂઆત પણ પ્રાર્થના દ્વારા કરવામાં આવી જેના બોલ છે ઓ પાલનહારે....

        પ્રાર્થના બાદ દીકરીની સલામ દેશને નામને ચરિતાર્થ કરતી નવી જન્મેલી બાળકીઓ અને તેના માતા-પિતાનો સન્માન સમારંભ યોજાયો.


             ભારત સર્વધર્મ સમભાવમાં માનનારો દેશ રહ્યો છે. અહી દરેક ધર્મના દરેક ઈશ્વર પૂજનીય છે. પરંતુ બાળકોને તો નટખટ નંદલાલા ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય છે. તેને ગોપીઓની જેમ પ્રેમથી સુવડાવતુ નૃત્ય 'કાન્હા સોજા જરા...' ધો. 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયું.
              ભગવાન શિવના તાંડવ નૃત્યની ઝાંખી કરાવતું નૃત્ય બાહુબલી ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું.


              શ્રી વી.આર. ગોઢાણિયા કોલેજ ની MSW અભ્યાસક્રમની વિદ્યાર્થીઓ દ્વારા રાજપુરની ફિલ્ડ વિઝીટ માટે પસંદગી થઈ હતી. તેમણે પણ ખાસ હાજરી આપી હતી. જેમાંથી કાજલબેન મોઢાએ 'રાષ્ટ્ર વિકાસમાં અવરોધક ધૂમ્રપાન' વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે પૂર્વીબેન પોપટે 'દિલ દીયા હૈ જાન ભી દેંગે' ગીત રજૂ કર્યું હતું. તેમણે શાળામાં કરેલ સ્પર્ધાઓના ઈનામનું વિતરણ કર્યું હતું.


              ત્યારબાદ girls mix song અને boys mix deshbhakti ના ગીતો રજૂ થયા. નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લેતા નાના ભૂલકાઓ દ્વારા 'ઈતની સી હસી...', ગુજરાતનું ગૌરવ વર્ણવતુ ગીત 'અમે લેરી લાલા...' તેમજ ગોલમાલ રિમીક્ષ ડાન્સ ધૂમ મચાવી.


               પોતાની આગવી અદામાં શાળાના .શિ.શ્રી વિશાલપુરી ગૌસ્વામી દ્વારા 'એસા દેશ હૈ મેરા...' દેશભક્તિ ગીતનું ગાન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશાલપુરી ગૌસ્વામી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા તથા સ્ટાફના સહયોગથી દીપી ઉઠ્યો. ગામના સરપંચશ્રી, આગેવાનો, SMCના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.


You may like these posts