શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૮
પ્રવેશોત્સવ
એટલે નાના ભૂલકાઓને શાળામાં નિર્ભય રીતે પ્રવેશ આપવાનો ઉત્સવ. નાના ફૂલડાઓને શાળા-રૂપી બગીચામાં આવકારવાનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ. તા. ૧૪/૦૬/૨૦૧૮ ના રોજ શ્રી રાજપુર પ્રા. શાળાનો પ્રવેશોત્સવ શ્રી ટુકડા-ગોસા પ્રા. શાળા મુકામે યોજાયેલ હતો. જેમાં શ્રી રાજપુર પ્રા. શાળામાંથી પહેલા ધોરણના બાળકોને કિટ આપી પ્રવેશ
આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ
દ્વારા મનુષ્ય ગૌરવ ગાન ગાવામાં આવ્યું હતું. ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા યોગ નિદર્શન કરવામાં
આવ્યું હતું. ત્યારબાદ
આંગણવાડીના બાળકોને રમકડા અને ફળો આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશ-ભક્તિના ગીતો અને નૃત્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો
શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જળવાય રહે તે હેતુથી ધોરણ ૩ થી ૮ માં પ્રથમ ત્રણ ક્રમાંકે
ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓનું ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા યોગથી નિરોગી, બેટી બચાવો, પાણી બચાવો વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં
આવ્યું અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.