શ્રી રાજપુર પ્રા. શાળામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
બર્ડ કન્ઝરવેશન સોસાયટી, પોરબંદર અને રાજપુર પ્રા. શાળાના સહયોગથી અમારી શાળામાં તા. 15 ડિસેમ્બર, 2017 ના રોજ પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બર્ડ કન્ઝરવેશન સોસાયટી, પોરબંદરના અધ્યક્ષ અને જાણીતા પક્ષીવિદ્ ભરતભાઈ રૂઘાણી પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ચિત્ર સ્પર્ધાથી થઈ હતી. જેમાં બાળકોએ પોતાની સમજથી સુંદર ચિત્રો બનાવ્યા હતા.
ત્યારબાદ ચકલીના માળાનું વિતરણ અને તેમની સમજ આપવામાં આવી.
ત્યારબાદ બાળકોને કમ્પ્યુટર પર ફોટાઓ સાથે ભરતભાઈએ પક્ષીઓ વિશે માહિતી આપી. સાથે શ્રેષ્ઠ ચિત્રોને પ્રોત્સાહક ઈનામ પણ અપાયું.
અંતે વૃક્ષારોપણ અને માળા લગાવવામાં આવ્યા.
વિજેતા ચિત્રો નીચે મુજબ છે.