કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ-૨૦૧૭
તા. ૧૦-૦૬-૨૦૧૭, શનિવાર ના રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ-૨૦૧૭ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને શોભાવવા મુખ્ય મહેમાન તરીકે પોર્ટ ઓફિસરશ્રી બી. એન. લાડવા સાહેબ અને લાઈઝનિંગ ઓફિસરશ્રી પુષ્પાબેન મોઢવાડિયા પધાર્યા હતા.
શાળા પ્રવેશોત્સવની ઉજવણી
દરમ્યાન મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓ દ્વારા 'મનુષ્ય તુ બડા મહાન'
ગીત પર નૃત્ય અને ગાયન કરવામાં આવ્યુ હતું. યોગ નિદર્શન ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ
દ્વારા કરવામાં આવ્યું હતું.
·
નાના નાના ભૂલકાઓ જેઓ આંગણવાડી આવ્યા છે તેઓને
રમકડાં અર્પણ કરવામાં આવ્યા હતા.
સમાજની શોભા અને ગામને
વારંવાર મદદ કરતા વયોવૃધ્ધ આગેવાન દેવદાસભાઈ આગઠ તેમજ આ જ શાળામાં ભણેલા અને પોતાના
કાર્યક્ષેત્રમાં આગળ વધેલા આગઠ જખરાભાઈ લીલાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.
·
મહેમાનોના આશીર્વચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક
ઉદબોધન આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓમાં છોડમાં રણછોડ જોવાની
દ્રષ્ટિ કેળવવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આમ, સર્વેના સહકાર દ્વારા આ કાર્યક્રમ દીપી ઉઠ્યો
હતો.
સાથે બાળમેળાનું પણ અયોજન થયુ હતું. જેમા રંગપુરણી, મેહંદિકામ અને છાપકામ જેવી પ્રવૃતિઓ હતી.















